Saturday, May 14, 2011

નોંધ કોઈએ લીધી કે નહિં?

સુરજ સંભારતો નથી કે, (મારા) પ્રકાશનું શું કર્યું ?
ચંદ્ર ચકાસતો નથી કે, (મારી) ચાંદનીનું શું કર્યું ?
મેઘ માપતો નથી કે, (મારું) પાણી ક્યાં વપરાયું ?
પવન પારખતો નથી કે, હવામાં શું ભળ્યું ?
નદી નીરખતી નથી કે, કોણે ક્યાં ઉપયોગ કર્યો?
વનસ્પતિ વિચારતી નથી કે, મારા માંથી કેટલું ને શું લીધું?
તેથી હે માનવ, તું નિરંતર કર્યરત રહે,
પરવા ના કર, તારી નોંધ કોઈએ લીધી કે નહિં?


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ





તો .... શું ?


જીવન નથી રહ્યું તો શું? તારા આદર્શો તો છે,
નજર ફરે ને દેખાય નહિં તો શું? તારો અહેસાસ તો છે,
ઘરમં ખાલીપો લાગે તો શું? તારી પ્રિય વસ્તુઓ તો છે,
તારો અવાજ નથી તો શું? તારાં શમણંઓ તો છે,
પ્રેમ મળતો નથી તો શું? તારા પ્રેમની નિશાનીઓ તો છે,
જીવન અધૂરું રહ્યું તો શું? સાત ફેરાનાં સૌગંદ તો છે.


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ

હે માનવ...

હે માનવ,

તું એકવાર કઈં આપી તો જો !
       દુનિયા તને ઘણું આપશે,
યાદ રાખ, તાર હાથ પર,
       ઉપરવળાના હજાર હાથ છે !


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ



...છે

તું જાણે છે કે, એ અહીં જ છે, 
          છતાં આંખમાં આંસુ છે,
શું તને તારા વિચારોમાં પણ શંકા છે?


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ

.......હશે !!


જે થયું તે સારુ જ થયુ હશે!
ઍ અંત નથી પણ આદિ જ હશે!
કદાચ ભાવિ પેઢીની શરૂઆત હશે!
સેવેલાં સ્વપ્નોની સ્વીક્રુતી હશે !
ઉછેરેલા વ્રુક્ષોનું એ બીજ હશે !
પ્રણયથી પ્રણયનો પ્રવાહ હશે !
ખુદની થાપણનું વ્યજ હશે !
સ્વરચિત બાગનું એ ફુલ હશે !
કુદરત ને સમજો તો એ અહીં જ હશે !
પ્રક્રુતિ આપે છે કદી લેતી પણ હશે !
આપે છે પ્રેમ ને આંસુ પીતી હશે !
તૂટેલા હૈયાને ખુદ સંભાળતી હશે !


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ