Monday, July 26, 2010

Everyone knows how to count but very few know ‘what to count ?’

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ, યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.-

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે
? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!

હમણાં એક
શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કે
, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી
મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને કામચલાઉ જેલજેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.  

બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે
, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

કોઈ ન હોય ત્યારે સંબંધોની
ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.  

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.  

તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

-- Unknown

Sunday, July 11, 2010

બંદર ઔર બંદરિયા ..



બંદરને લડકીસે દોસ્તી કી,
તો બંદરિયા રુઠ કર ચલી ગઈ,
વાપસ લૌટ કે બંદરને મનાયા, "તુ ક્યો મુજસે રુઠ ગઈ?
ઉસસે અછ્છી તો તુ હૈ , જો ઙાલી પે ઝુલતી હૈ ઔર ઝુલકર હમ કો ભી મઝાદેતી હૈ. "



-- NCC

બહોત પ્યારી હૈ બીવી ...


સાલી સે પ્યાર કરતા હું તો બીચ મે આતી હૈ બીવી,
દોસ્તો સે બાત કરતા હું તો જુઙ જાતી હૈ બીવી,

ઓફિસ સે દેર સે આઊ તો રુઠ જાતી હૈ બીવી,
વિકેન્ઙ પે ના ઘુમાઊ તો મુંહ મોઙ લેતી હૈ બીવી,

ઙાટુ તો બાત નહી કરતી હૈ બીવી,
ટીવી પે ન્યુઝ દેખુ તો કંપની નહિ દેતી હૈ બીવી,

ઍનિવર્સરી ભુલ જાઊ તો ખાના નહિ ખાતી હૈ બીવી, 

માયકે વાલોં કો ભુલ જાઊ તો ગુસ્સા કરતી હૈ બીવી,

ફિર ભી બહોત પ્યારી હૈ બીવી, ક્યોંકિ ...
 

પરિવાર કો સંભાલતી હૈ બીવી,
મેરા ખ્યાલ રખતી હૈ બીવી,

બિમાર હો જાઊ તો દવાઈ દેતી હૈ બીવી,
ઑફિસ સે આતે હી સ્વાદિષ્ટ ખાના પરોસતી હૈ બીવી,

મુવી મે કમ્પની દેતી હૈ બીવી,
પઢાઈ મે કમ્પની દેતી હૈ બીવી,

ખુદ સારા કામ કરકે ઘરખર્ચ કમ કરતી હૈ બીવી,
ખુદ જોબ કરકે ઘરકી આમદની બઢાને મેં હેલ્પ કરતી હૈ બીવી,

શાદી કરકે આયી હૈ બીવી, ઘરમે સબકી પ્યારી હૈ બીવી,
બીવી કે સિવા સાલી કહાં, સાલી કે સિવા દોસ્તાના કહાં ?

ઈસી લિયે દોસ્તોં, બહોત પ્યારી હૈ બીવી.


-- NCC & YC

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ ...


અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ ઘાયલ ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું ,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ ઘાયલ ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
 

-- અમૃત ઘાયલ

ખરાં છો તમે ..


ઘડીમાં રીસાવું , ખરાં છો તમે.
ઘડીમાં મનાવું , ખરાં છો તમે.
ન પૂછો કશું યે , ન બોલો કશું યે ,
અમસ્તા મુંઝાઓ , ખરાં છો તમે.
ન આવો છો મળવા , ન ઘરમાં રહો છો ,
અમારે ક્યાં જાવું , ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા , ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું , ખરાં છો તમે.

જીવનના સાત પગલા


(1) જન્મ ———- એક અણમોલ સોગાદ છે , જે ભગવાનની ભેટ છે.
(2) બચપન —— મમતાનો દરિયો છે , પ્રેમથી ભરિયો છે , જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા —- કંઇ વિચારો , કંઇ આશાઓ નો પહાડ છે , મેળવવાની અનહદ આશ છે , લૂટવાની તમન્ના છે.
(4) યુવાવસ્થા —— બંધ આંખોનું સાહસ છે , જોશછે … ઝનૂન છે , ફના થવાની ઉમ્મીદો છે , કૂરબાની ની આશાઓ છે , લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા —– ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે , કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ ——– વિતેલા જીવનનો સરવાળો છે , મારા આપણાનો વહેવાર છે , જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7) મરણ ———– જીન્દગીની કિતાબ ખૂલશે , નાડીએ-નાડીએ કર્મ તૂટશે , પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે , કર્મ-ધર્મનો હિશાબ થશે ,  સ્વર્ગ-નર્કનો માર્ગ થશે , પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે …..
 

-- રશ્મિકા ખત્રી

જિન્દગી ની સચ્ચાઈ ...


સગાં સગાં સૌ શું કરો છો  ?  
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે , સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે , દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.


ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો , બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.


મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી , કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.


જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી , અરે , આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
 

પંખી સમજે છે કે ચમન બદલાયું છે , સિતારા સમજે છે કે ગગન બદલાયું છે , પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે 
છે લાશ એની એ જ , ફકત કફન બદલાયું છે.
 

-અજ્ઞાત

Tuesday, July 6, 2010

પ્રેમ એટલે ...


પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…


પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…


પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

એ કશું કે’તી નથી !!


આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.


આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી !!

કોશિશ તો કરો ...

ચાંદ ને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજ ને ચાહવાની કોશિશ તો કરો;

સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો.

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌત ની પાસે જવાની કોશિશ તો કરો.

પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો.



-- by Unknown

... તો ઘણું છે

વરસાય તો ઘણું છે,
બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.

આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે.

ચાલ ફરી આ ...

ચાલ ફરી આ મોસમમાં પ્રેમના ગીત રચીયે,
થોડા વરસાદના ટીંપા ખોબે ભરી પ્રેમ-સાગર રચીયે,
વાદળી તણા કાગળ ઉપર છબી જોઇ તારી,
વાયરા પણ પ્રેમ ગીત ગાવા લાગ્યા,
ચાલ ફરી આ મોસમમાં પ્રેમના ગીત રચીયે......!!!!


-- by Unknown

એક નાનકઙૂ પંખિ ..

એક નાનકઙૂ પંખિ મુઝાય આ દુનિયા માં,
એનાથી ના રહેવાય આ દુનિયા માં,
દિવસ આખો રમ્યા કરૅ,
સાંજ પડૅ એ કરમાય આ દુનિયા માં,
એને કયાંય ગમે નહીં,
એકલું એકલું પસ્તાય આ દુનિયા માં,
એને એમ થયું કે કાશ! મારું પણ કોઈ હોય,
તો મારું પણ મન હરખાય આ દુનિયા માં,
આખરે તેને એક સાથી મળી ગયું,
હવે એ આનંદ માં ભીંજાય આ દુનિયા માં, 


-- by Unknown