Wednesday, October 27, 2010

Only For GOD ..

One and One Two, My Love is True;
Two and Two Four, My Love is Pure;
Three and Three Six, My Love is Fix;
Four and Four Eight, My Love is great;
Five and Five ten, My Love is only for one.

 

-- નિર્મળાબેન ચાંપાનેરીઆ

ઘરથી સ્મશાન સુધી ...

જીંદગીની રાહ પર ક્યારેક રમત રમ્યા તો ક્યારેક ભણ્યા,
ક્યારેક ખૂશી મળી તો ક્યારેક ગમ;
 
જ્યાં કોઇક મળ્યું અને છુટું પડ્યું,
કયારેક આનંદ થયો તો ક્યારેક દુઃખ;
 
ઘરથી સ્મશાન સુધીનો આવડો છે રસ્તૉ !!
 
-- નિર્મળાબેન ચાંપાનેરીઆ

સથવારો ...

મન હજુ ઝંખે છે એ જ સથવારો,
જ્યાં હર સબંધો સબંધની આરપાર છે;
 
તારા શબ્દનાં રણકારનો આભાસ છે,
બાકીનાં આયખામાં લાગણીનાં અશ્રુનૉ દીદાર છે;
 
રસ્તો અલગ અલગ છે,
પણ મકસદ તો એક જ છે;
 
અંતરથી વિસરવા તૈયાર છે,
બસ એક મુલાકાત હૈયા પાર છે;
 
-- નિર્મળાબેન ચાંપાનેરીઆ

મેરેજ પ્રસંગે યજ્ઞેશને ભેટ :

મમ્મી નો લાઙકવાયો તું,
પ્યાસ બુઝાવજે પ્રેમ તણી તું,
 
પપ્પા ની બની લાકઙી તું,
સજાવજે ઘઙપણ દઈ આધાર તું,
 
ભાઈનો તો હૈયા તણૉ હાર તું,
ના કરીશ કદી દિલથી અલગ તું,
 
દુનિયાનો અખુટ ભંડાર મેળવે તું,
તોય અલ્પ છે એ ત્રણે પ્રેમથી જ તો,
 
ખબર છે મને કદી ભૂલ ના કરે તું,
છતાં ધૂળ ના લાગે સમયની સાચવજે તું,
 
માંગણી છે આટલી જ એક માતની,
નથી ધન દોલત કે ગાડી કે મોટરની,
 
ચાવી છે સુખી થવાની જીંદગીની,
રાખી યાદ જીવન નૈયાને પાર કરજે તું.
 
-- નિર્મળાબેન ચાંપાનેરીઆ