મમ્મી નો લાઙકવાયો તું,
પ્યાસ બુઝાવજે પ્રેમ તણી તું,
પપ્પા ની બની લાકઙી તું,
સજાવજે ઘઙપણ દઈ આધાર તું,
ભાઈનો તો હૈયા તણૉ હાર તું,
ના કરીશ કદી દિલથી અલગ તું,
દુનિયાનો અખુટ ભંડાર મેળવે તું,
તોય અલ્પ છે એ ત્રણે પ્રેમથી જ તો,
ખબર છે મને કદી ભૂલ ના કરે તું,
છતાં ધૂળ ના લાગે સમયની સાચવજે તું,
માંગણી છે આટલી જ એક માતની,
નથી ધન દોલત કે ગાડી કે મોટરની,
ચાવી છે સુખી થવાની જીંદગીની,
રાખી યાદ જીવન નૈયાને પાર કરજે તું.
-- નિર્મળાબેન ચાંપાનેરીઆ
No comments:
Post a Comment