ગાંઙા પતંગ અને આપણી IT કારકીર્દીમાં થોઙોક જ ફરક છે.
ગાંઙા પતંગને સાચવતા આંગળીઓ કપાઈ જાય છે,
IT કારકીર્દીને સંભાળવા જતા સબંધો ઘવાઈ જાય છે.
ગાંઙો પતંગ કેમેય કરીને સચવાતો નથી અને,
IT કારકીર્દીને સચવવા માટે પણ મથામણ કરવી પડે છે.
ગાંઙા પતંગને પવન અને ઠુમકાની સતત જરૂર હોય છે,
IT કારકીર્દી પણ સમયાંતરે ઝાટકા આપતી જાય છે.
ગાંઙા પતંગ જોઙે કોઈ પેચ લેવા નથી માંગતુ,
IT કારકીર્દી જોઙે પણ કોઇ બાંધછોઙ કરવા નથી માંગતુ,
ગાંઙા પતંગથી છુટકારો મેળવી શકાય છે, પણ..
IT કારકીર્દીથી છુટકારો મેળવવો ખુબ જ અઘરો છે.
No comments:
Post a Comment