મારી આંખો એક ઙેમ, મારા આંસુ એક નદી ...
આંસુ રુપી નદી પ્રેમ માટે વહે છે,
આંખો રુપી ઙેમ તેને રોકવાનું કામ કરે છે,
અવિરત રહેતી નદી ક્યારેક ઘુઘવાય છે,
ક્યારેક ભાવવિભોર થઈને એ છલકાય છે,
પ્રેમ રૂપી નદીનાં વહેણ પાછા વળી જાય છે,
ઉમળકાભેર આવેલી લાગણીઓ ક્યાંય તળીયે દબાઇ જાય છે,
દુનિયાની લાજે ડેમ પ્રેમ રૂપી નદી ને રોકે છે,
અંદર ને અંદર એ દબાયેલી, ખોવાયેલી લાગણીઓને શોધે છે,
જો આ પ્રેમ રૂપી નદીનો પ્રવાહ વહી જાય,
તો દુનિયાનો શોક-પષ્ચાતાપ સદાને માટે મટી જાય.
-- જિતેન્દ્રકુમાર નાયી
2 comments:
but tears comes in both times extreme happyness or sadness...
bilkul sachu dost, pan aahi aankho & papan ni vat thai rahi chhe ne te pan darek type ni situations ma..
Post a Comment