Wednesday, August 11, 2010

મારા દાદા ..

દરેક વાળ સફેદ અને સફેદ ધોતીવાળા, એ મારા દાદા હતા,
મને ઉપનામથી બોલાવી હંમેશા ખખઙાવતા, એ મારા દાદા હતા;

અંધારે ઉઠીને મંદિરમાં પૂજા કરવા જાતા, એ મારા દાદા હતા,
ખેતરમાં જાય ત્યારે ખભા ઉપર અને મંદિરમાં જાય ત્યારે ખોળામાં બેસઙતા, એ મારા દાદા હતા;

દર વર્ષે નવરાત્રિમાં ગામની વચ્ચે રૂઙો રૂઙો નો સાદ પાઙતા, એ મારા દાદા હતા,
"આગલી-માગળી તેલ પૂરાવો" ના નારા સાથે મને ફટાકઙા ફોઙતા શીખવાઙતા, એ મારા દાદા હતા;

બરઙામાં હાથ ફેરવી દરરૉજ મને ઉંઘાઙતા, એ મારા દાદા હતા,
સુખઙનાં હારની વચ્ચે હવે માત્ર જોવા મળતા, એ મારા દાદા હતા.

-- જિતેન્દ્રકુમાર નાયી

No comments: